Video: સિંગતેલના ભાવમાં દિવાળીએ ભડકો

દિવાળીના તહેવાર વચ્ચે સામાન્ય જનતાને મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. સિંગતેલના ભાવમાં છેલ્લા 20 દિવસમાં ડબ્બે 200 રૂપિયાનો ધરખમ વધારો નોંધાયો છે. હાલ અલગ અલગ બ્રાન્ડના સિંગતેલના ડબ્બાનો ભાવ 3,050થી 3,100 રૂપિયા સુધી પહોંચ્યો છે. સૌરાષ્ટ્રમાં ઓછા વરસાદને કારણે મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થતાં સિંગતેલના ભાવ પર તેની સીધી અસર જોવા મળી રહી છે. ગત વર્ષે ગુજરાતમાં 42થી 45 લાખ ટન મગફળીનું ઉત્પાદન થયું હતું, જ્યારે આ વર્ષે માત્ર 28થી 30 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ છે. ઓછા ઉત્પાદન અને મગફળીના વધતા ભાવને પગલે દિવાળી બાદ પણ સિંગતેલના ભાવમાં વધારો થવાની શક્યતા વેપારીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.






