Video: સુરેન્દ્રનગરની મોંઘીબાઈ કન્યા છાત્રાલય વિવાદમાં

સુરેન્દ્રનગરની મોંઘીબાઈ કન્યા છાત્રાલયમાં વિદ્યાર્થીનીઓ પાસે બળજબરીપૂર્વક મજૂરી અને શ્રમકામ કરાવવામાં આવતું હોવાનો ગંભીર આક્ષેપ થતાં હોબાળો મચી ગયો છે. અભ્યાસાર્થે રહેતી ૧૩૦ કરતાં વધુ ગ્રામીણ વિદ્યાર્થીનીઓ પાસે ટોયલેટ સાફ કરવા અને રસોઈ બનાવવા સહિતના શ્રમિક કાર્યો કરાવાતા હોવાનું વાલીઓનું કહેવું છે. છાત્રાલયમાં આ પ્રકારે કામો કરાવવાને કારણે અંદાજે ૧૦થી વધુ વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ રોષે ભરાયેલા વાલીઓ તાત્કાલિક છાત્રાલય ખાતે દોડી આવ્યા હતા અને ભારે રોષ પ્રગટ કર્યો હતો. વાલીઓએ પોતાની દીકરીઓની સુરક્ષા અને પાયાની સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે સંચાલકો પાસેથી લેખિત ખાતરી આપવાની માંગણી કરી છે. આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા સીસીટીવી ફૂટેજ અને અન્ય પૂરતા પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી કરી છે..આ કેસમાં દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી વાલીઓની માંગ છે








