Video: જાફરાબાદના દુધાળા ગામ નજીક હાઈવે પર અકસ્માત, એક્ટિવા ચાલકનું મોત

જાફરાબાદના દુધાળા ગામ નજીક નેશનલ હાઈવે પર ફોર વ્હીલર ચાલકે સ્કૂટરને ટક્કર મારી હતી..ઉના તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલ ફોર-વ્હીલ ગાડીના ચાલકે સ્કૂટરને ટકકર મારતા સ્કૂટર સવારનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા. મૃતક સ્કૂટર ચાલક ઉનાના વાલજીભાઈ નામના શખ્સ છે. બનાવની જાણ થતાં જ નાગેશ્રી પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે.
જાહેરાત








