Video: વિવિધ ક્ષેત્રના લોકો સાથે સંવાદ, ભાજપ દ્વારા SIR અંગે જનજાગૃતિ માટે ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા SIR પ્રક્રિયા અંગે જનજાગૃતિ ફેલાવવા ‘લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો’ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માની અધ્યક્ષતામાં અમદાવાદમાં સંપર્ક અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. ગૃહ ઉદ્યોગ ક્ષેત્રની ઉદ્યોગસાહસિક મહિલાઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો, ગુજરાતી ફિલ્મ કલાકારો, રેડિયો જોકી અને ગાયકો સાથે બેઠક યોજાઈ હતી. આ કાર્યક્રમોમાં SIR પ્રક્રિયાનો હેતુ અને મતદાર યાદીની શુદ્ધતા તથા ચોકસાઈ જાળવવાના મહત્વ અંગે માહિતી આપવામાં આવી હતી. દરેક પાત્ર નાગરિકને મતાધિકાર મળે તે માટે પ્રક્રિયાની જરૂરિયાત સમજાવવામાં આવી હતી. સાથે જ વિપક્ષ દ્વારા ફેલાવવામાં આવતી ગેરસમજણો દૂર કરી સાચી માહિતી લોકો સુધી પહોંચાડવાનો પ્રયાસ કરાયો હતો.
જાહેરાત








