Video: તાપીમાં NTPC પ્લાન્ટના વિરોધમાં કલેક્ટર કચેરીએ ઉમટ્યા ગ્રામજનો

તાપી જિલ્લામાં સંભવિત એનટીપીસી પ્લાન્ટ સ્થપાવાની ચર્ચાને લઈને અસરગ્રસ્ત ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.પ્લાન્ટના કારણે વિસ્થાપિત થવું પડશે અને વિસ્તારમાં પ્રદૂષણ ફેલાશે તેવી આશંકા સાથે આઠથી વધુ ગામોના લોકો એકત્રિત થઈને કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને પ્લાન્ટ અંગે સ્પષ્ટતા માગી હતી.અગાઉ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી આ પ્લાન્ટ આવવાની અફવા ફેલાયા બાદ ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું હતું.આ મામલે કલેક્ટરે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હાલ એનટીપીસી પ્લાન્ટ માટે કોઈ જ વિચારણા નથી અને આ માત્ર અફવા છે.તંત્ર દ્વારા નાગરિકોને અફવાથી દૂર રહેવા અને ખોટી અફવાઓ ન ફેલાવવા અપીલ કરાઈ છે.
જાહેરાત








