Video: માધુપુરા માર્કેટમાં ઘીનું સરપ્રાઇઝ ચેકિંગ, રેપિડ ટેસ્ટ કીટથી ભેળસેળિયા ઘી સામે આરોગ્ય તંત્રની કાર્યવાહી

દિવાળીના તહેવારો દરમિયાન ઘીનું વેચાણ વધતું હોવાથી અમદાવાદના માધુપુરા માર્કેટમાં આરોગ્ય વિભાગની ટીમોએ ઘીના વિક્રેતાઓને ત્યાં અચાનક દરોડા પાડ્યા હતા.આ તપાસ દરમિયાન ભેળસેળયુક્ત ઘી પકડવા માટે HCL સોલ્યુશન અને રેપિડ ટેસ્ટ કીટનો ઉપયોગ કરીને ત્વરિત ચેકિંગ કરવામાં આવ્યું હતું.ફૂડ ઓફિસરના જણાવ્યા મુજબ તહેવારોમાં સસ્તું અને ભેળસેળવાળું ઘી વેચીને લોકોના આરોગ્ય સાથે ચેટા ન થાય તે માટે આ ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.સ્થળ પર જ ટેસ્ટિંગ ઉપરાંત ઘીના સેમ્પલ મેળવીને લેબોરેટરી પરીક્ષણ અર્થે પણ મોકલવામાં આવ્યા છે.જો રિપોર્ટમાં કે પ્રાથમિક તપાસમાં કોઈપણ પ્રકારની ગડબડ સામે આવશે તો વેપારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
જાહેરાત








