Video: જામીન માટે દબાણના આક્ષેપે હાઈકોર્ટ નારાજ

અમદાવાદમાં સાયબર ફ્રોડ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસની ભૂમિકા સામે સવાલો ઊભા થયા છે. આરોપી વિપુલ પંચાલના પરિવારજનોને ફોન કરીને જામીન અરજી પાછી ખેંચવા દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે ગુજરાત હાઈકોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશનરને સંબંધિત પોલીસકર્મી સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે. કોલ ડિટેલ્સ સહિત સમગ્ર ઘટનાની તપાસ કરીને બે અઠવાડિયામાં હાઈકોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કરવા પણ નિર્દેશ અપાયો છે. બીજી તરફ, 78.99 લાખ રૂપિયાની કથિત છેતરપિંડીના કેસમાં આરોપી વિપુલ પંચાલને કોર્ટે નિયમિત જામીન આપ્યા છે. હવે પોલીસ તપાસમાં શું હકીકત સામે આવે છે તેના પર સૌની નજર છે.
જાહેરાત








