Video: હાઈકોર્ટે ફેમિલી કોર્ટનો ચુકાદો રાખ્યો યથાવત્

પૂર્વ સૈનિકની પત્નીને માસિક ભરણપોષણ આપવાનો ગુજરાત હાઈકોર્ટે ઇનકાર કર્યો છે. પત્નીએ ભરણપોષણ મેળવવા કરેલી ક્રિમિનલ રિવિઝન અરજી હાઈકોર્ટે ફગાવી નડિયાદ ફેમિલી કોર્ટના નિર્ણયને યથાવત્ રાખ્યો છે. કોર્ટના અવલોકન મુજબ, પત્ની વર્ષ 2008થી પિયરમાં રહેતી હતી અને પતિની જાણ કે સંમતિ વિના ગર્ભપાત કરાવ્યો હોવાની નોંધ પણ લેવામાં આવી હતી. પત્નીએ યોગ્ય કારણ વગર પતિ સાથે રહેવાનો ઇનકાર કરી સ્વૈચ્છિક રીતે તેનો સાથ છોડી દીધો હોવાનું કોર્ટે જણાવ્યું હતું. દહેજ અને ત્રાસના કેસમાં પણ સાસરિયા પક્ષના આરોપીઓ નિર્દોષ જાહેર થયા હતા. અગાઉ મંજૂર કરાયેલા માસિક 10 હજાર રૂપિયાના ભરણપોષણના આદેશને રદ કરવાના ફેમિલી કોર્ટના નિર્ણયમાં હાઈકોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો હતો.







