Video: માંગરોળમાં માછીમારોના પ્રશ્નોને લઈને વર્કશોપ, જેતપુરની પાઇપલાઇન મારફતે દરિયામાં છોડાતા પ્રદૂષિત પાણી મુદ્દે કરી રજૂઆત

જૂનાગઢના માંગરોળ સ્થિત સોમનાથ ભવન ખાતે ભારત સરકારની માર્ગદર્શિકા હેઠળ 'નેશનલ પ્લાન ઓફ એક્શન ફોર સ્મોલ સ્કેલ ફિશરીઝ' અંતર્ગત વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બેટ દ્વારકાથી લઈને જાફરાબાદ સુધીના માછીમાર આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વર્કશોપ દરમિયાન જેતપુરની પાઇપલાઇન મારફતે દરિયામાં છોડાતા કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી સામે માછીમારોએ ભારે રોષ વ્યક્ત કરી દરિયાઈ જીવસૃષ્ટિ અને આજીવિકા બચાવવા કડક કાર્યવાહીની માગ કરી હતી. આ સાથે જ સરકારી નીતિઓ અને યોજનાઓ ઘડતી વખતે પરંપરાગત માછીમારોના સૂચનો અને હિતોને વિશેષ પ્રાધાન્ય આપવાની સરકાર સમક્ષ મક્કમ રજૂઆત કરવામાં આવી હતી.
જાહેરાત








