Video: જસદણમાં વકીલની ઓફિસમાં દિલ્હીથી આવેલી ઈડીની ટીમની તપાસ, કરોડોના બેનામી વ્યવહારની આશંકા

રાજકોટ જિલ્લાના જસદણમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડી દ્વારા દરોડા પાડવામાં આવતા ચકચાર મચી છે. જસદણ તાલુકા સેવા સદનની સામે આવેલી વકીલ રામ મકવાણાની ઓફિસમાં દિલ્હીથી આવેલી ઈડીની ટીમે તપાસ હાથ ધરી છે. ટીમ દ્વારા સીડીની મદદથી ઓફિસના તાળા ખોલી અંદર તપાસ શરૂ કરવામાં આવી હતી. અચાનક થયેલી આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારમાં ચર્ચા જાગી છે. પ્રાથમિક માહિતી મુજબ, તપાસમાં કરોડો રૂપિયાના કથિત બેનામી વ્યવહારો સામે આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, દરોડા પાછળનું ચોક્કસ કારણ અને તપાસની વિગતો અંગે સત્તાવાર માહિતી સામે આવવાની બાકી છે.
જાહેરાત








