Video: સુરતમાં ખજોદ ડમ્પિંગ સાઈટ પર ભીષણ આગ

સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર ભીષણ આગ લાગતાં વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. ડમ્પિંગ સાઇટની શરૂઆતમાં જ હોટમિક્સ પ્લાસ્ટિકના કચરાના ઢગલાઓમાં આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટા પાંચથી દસ કિલોમીટર દૂરથી પણ જોવા મળી રહ્યા છે. આગને કાબૂમાં લેવા ફાયર વિભાગની ટીમને ભારે જહેમત ઉઠાવવી પડી રહી છે અને ફાયર જવાનો સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે. આગના કારણે રસ્તાની બંને તરફ આવેલા મોટા વૃક્ષો પણ બળીને ખાક થઈ ગયા છે. ડમ્પિંગ સાઇટની બાજુમાં આવેલી વિશ્વની સૌથી મોટી કોમર્શિયલ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સ પર પણ આગની અસર જોવા મળી રહી છે.
જાહેરાત








