Video: અમદાવાદમાં ૧૧ જેટલી કન્સ્ટ્રક્શન સાઈટ્સને સીલ કરાઈ

બાંધકામ દરમિયાન ગ્રીન નેટ બાંધવી તથા ધૂળ-પ્રદૂષણ નિયંત્રણના અન્ય સુરક્ષા નિયમોનું પાલન ન થતાં એસ્ટેટ વિભાગે આ કડક કાર્યવાહી કરી છે. પાલિકાની ટીમે ચાંદલોડિયા, ગોતા, થલતેજ અને બોડકદેવ જેવા પશ્ચિમ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન કલીરામ હોસ્ટેલ, એકલવ્ય સ્કૂલ ચાંદલોડિયા, ધ સિગ્નેચર, સૌંદર્ય એલીના, દેવ એક્સ, આદિત્ય ટૂ, અક્ષર ઇવારા અને નિત્યમ ગ્લોરી સહિતની ૧૧ સાઈટ્સ પર નોટિસ ફટકારી સીલ મારવામાં આવ્યું છે. નિયમોનું પાલન ન કરનારા બિલ્ડરો સામે મનપાની આવી સઘન કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.








