મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: કેનેડાના વર્ક પરમિટ અપાવવાના નામે ઠગાઈ

સોર્સ: gstv

અમદાવાદમાં કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને બે મહિલાઓ સાથે રૂપિયા એક કરોડથી વધુની ઠગાઈ થઈ છે. આરોપીઓએ વિઝા કરાવી ન આપ્યા બાદ ફરિયાદીને ભ્રમણામાં રાખવા અને ફસાવવા માટે નકલી વિમાનની ટિકિટ પણ મોકલી આપી હતી. એટલું જ નહીં, ઠગ એજન્ટોએ ફરિયાદી અને અન્ય મહિલાના નામે અલગ-અલગ બેંક ખાતા ખોલાવીને તેમાં ગેરકાયદેસર રીતે રૂપિયા ૧ કરોડ ૭૩ લાખ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો પણ કર્યા હતા. લાંબો સમય વીતવા છતાં વિઝા કે નાણાં પરત ન મળતા અને ભોગ બનનાર મહિલાઓએ સત્ય જાણવાનો પ્રયાસ કરતા આરોપીઓએ તેમને બ્લોક કરી દીધા હતા અને ફરાર થઈ ગયા હતા. આ કૌભાંડ માબતે આર્થિક અપરાધ શાખામાં ફરિયાદ નોંધાઈ છે..જેમાં ગાંધીનગરના પ્રતીત પટેલ, ચિંતન પટેલ અને મનદીપ ગ્રેવાલ નામના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર પ્રકરણને પગલે સાયબર અને ફ્રોડ વિંગ દ્વારા આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય સ્તરની કોઈ ગેંગ સંડોવાયેલી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે.

આ સમાચાર શેર કરો