મુખ્ય સામગ્રી પર જાઓ

Video: છાણી કેનાલમાં મહિલા-બાળકીનું મોત

સોર્સ: gstv

વડોદરા શહેરના છાણી કેનાલમાં એક અજાણી મહિલા અને બાળકીનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં છે. પ્રાથમિક માહિતી મુજબ, મહિલાએ બાળકીને પોતાની સાથે બાંધીને કેનાલમાં ઝંપલાવ્યું હોવાનું સામે આવ્યું છે. બનાવની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ બંનેને કેનાલમાંથી બહાર કાઢ્યાં હતાં. જોકે, એમ્બ્યુલન્સ મોડી પહોંચવા અને સમયસર સારવાર ન મળવાને કારણે બંનેનાં મોત થયાના આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ, આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યાનો મામલો છે તે અંગે ફતેગંજ પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતક મહિલા અને બાળકીની ઓળખ મેળવવા સહિતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત