મુખ્ય સામગ્રી પર જાઓ

Video: પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ સરદાર રત્નથી સન્માનિત

સોર્સ: gstv

સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય 'સરદાર રત્ન એવોર્ડ' સમારોહમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલને પ્રતિષ્ઠિત 'સરદાર રત્ન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન મેળવ્યા બાદ ભાવુક થતાં દિનશા પટેલે જણાવ્યું હતું કે સરદાર સાહેબની વતનની માટીમાં મોટો થવા પામ્યો છું અને આ એવોર્ડ મળવો મારા માટે અત્યંત ગૌરવની વાત છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે દેશના લોકોને નવી દિશા બતાવવાનું મહાન કાર્ય સરદાર સાહેબે કર્યું હતું, તેથી તેમના વિચારોને આપણા જીવનમાં ઉતારવા ખૂબ જ જરૂરી છે. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રણદીપસિંઘ સુરજેવાલાની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલા આ એવોર્ડ સમારોહમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પરેશ ધાનાણી અને જગદીશ ઠાકોર સહિતના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.

આ સમાચાર શેર કરો