Video: મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ થાય તો ગુજરાતના ખેડૂતોનું કેમ નહીં?

મહારાષ્ટ્રમાં ખેડૂતોને મળતી રાહતના આધારે સુરેન્દ્રનગરના ખેડૂતો અને પશુપાલકોએ પણ ગુજરાત સરકાર સમક્ષ દેવું માફ કરવાની માંગ કરી છે. ખેડૂતોના જણાવ્યા મુજબ, મહારાષ્ટ્રમાં ખેડૂતોને પાક ધિરાણમાં રાહત આપવામાં આવી રહી છે, ત્યારે ગુજરાતના ખેડૂતોને પણ આવી જ રાહત મળવી જોઈએ. ખેડૂતોનું કહેવું છે કે ગુજરાતના ખેડૂતોનું પણ એક વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે. આ મુદ્દે ખેડૂતોએ સરકારની નીતિ સામે નારાજગી વ્યક્ત કરી છે. મહારાષ્ટ્રના ખેડૂતોને રાહત મળતી હોય તો ગુજરાતના ખેડૂતોને કેમ નહીં, તેવો સીધો સવાલ ખેડૂતોએ ઉઠાવ્યો છે.







