મુખ્ય સામગ્રી પર જાઓ

Video: સુરતમાં પોલીસની ઓળખ આપી વેબ-ડેવલપરનું અપહરણ કરી ખંડણી વસૂલતી કુખ્યાત ટોળકી ઝડપાઈ

સોર્સ: gstv

સુરતના સરથાણા વિસ્તારમાં ગાંધીનગર પોલીસની ઓળખ આપીને એક વેબ-ડેવલપરનું અપહરણ કરાયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખેલી કારમાં આવેલા છ શખ્સોએ ઓફિસમાં ઘૂસીને વેબ ડેવલપરને ધાકધમકી આપી હતી. આરોપીઓએ ગેરકાયદે ધંધો કરવાના નામે આજીવન જેલની ધમકી આપીને પચાસ લાખ રૂપિયાની ખંડણી માંગી હતી.ભોગ બનનાર યુવકને કારમાં ફેરવીને આખરે ચાર લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ મામલે ભોગ બનનારે સરથાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી છે અને તોડબાજી કરતી આ ટોળકીના ત્રણ આરોપીઓને દબોચી લીધા છે, જ્યારે અન્ય ત્રણની શોધખોળ ચાલુ છે.

આ સમાચાર શેર કરો