Video: વંદે ભારત એક્સપ્રેસ ફરી બની જીવનદાતા: સુરતથી અમદાવાદ લાવવામાં આવ્યું જીવંત હૃદય, રેલવે સ્ટેશને ગ્રીન કોરિડોર બનાવી હોસ્પિટલ પહોંચાડાયું

સુરતની ન્યૂ સિવિલ હોસ્પિટલથી એક વંદે ભારત એક્સપ્રેસના સી-બાર કોચમાં જીવંત હૃદયને અત્યંત સુરક્ષિત રીતે અમદાવાદ લાવવામાં આવ્યું હતું. ભારતીય રેલવે, આરપીએફ, જીઆરપી અને અમદાવાદ પોલીસના સંયુક્ત ઓપરેશનથી અમદાવાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર એક પર વિશેષ ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો. ટ્રેન આવતાં જ હૃદયને તાત્કાલિક યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યું હતું, જ્યાં નિષ્ણાત તબીબી ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટની કામગીરી હાથ ધરાઈ.પશ્ચિમ રેલવે અને પોલીસના ઉત્કૃષ્ટ સંકલનથી પાર પડેલા આ અભિયાન અગાઉ પણ બે વખત સફળ થયું છે..
જાહેરાત







