મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ત્રણ મહિનાના પગાર મુદ્દે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારે હોબાળો

સોર્સ: gstv

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ત્રણ મહિનાથી પગાર ન થયો હોવાની વિપક્ષના નેતાની રજૂઆત બાદ હોબાળો સર્જાયો હતો. પગારના મુદ્દે સવાલો ઉઠતાં સત્તાપક્ષના કોર્પોરેટરો અને મેયર સભા છોડીને ચાલ્યા ગયા હોવાનો આક્ષેપ છે, જ્યારે કમિશનર પણ જવાબ આપવાને બદલે ચાલ્યા ગયા હતા. બીજી તરફ, મનપા દ્વારા શહેરી વિસ્તારની તમામ આંગણવાડીઓ આજથી પોતાના હસ્તક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. શહેરનાં ધાર્મિક સ્થળોના વિકાસ માટેનો પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે. નવી પાણીની ટાંકીઓ અને સંપ બનાવવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી હતી. રખડતાં ઢોરની સમસ્યાના ઉકેલ માટે સાયલા ગૌશાળા સાથે એમઓયુ કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો