મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: માળિયા હાટીનાના દેવ ગામમાં સ્થાનિકોને અંધારામાં રાખી ડેમ સત્તાધિશોની કાર્યવાહી..માત્ર 10 ટકા પાણી છતાં .ડેમમાંથી પાણી છોડતા રોષ

સોર્સ: gstv

જૂનાગઢના માળીયા હાટીનાના દેવગામમાં આવેલ આંબા કુઇ ડેમમાંથી સત્તાવાળાઓ દ્વારા ગ્રામજનોને અંધારામાં રાખીને કોઈ પણ જાણ વગર અચાનક પાણી છોડી દેવામાં આવતા સ્થાનિકોમાં ઉગ્ર વિરોધ ફાટી નીકળ્યો હતો. ઓછા વરસાદને કારણે ડેમમાં હાલ માત્ર ૧૦ થી ૧૫ ટકા જ પાણી ઉપલબ્ધ હોવાથી આ પાણી પીવા માટે અનામત રાખવું જોઈએ તેવી માંગ સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં ડેમ પર એકત્રિત થયા હતા. ગ્રામજનોના આ આક્રમક વિરોધ અને રજૂઆતના પગલે અંતે મોડી રાતે પાણી છોડવાની પ્રક્રિયા બંધ કરવામાં આવી હતી. ગીર પંથકના આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની પીવાની જરૂરિયાતો અને ગામની જળસંકટની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ જથ્થો સુરક્ષિત રાખવાની લોકમાગ પ્રબળ બની છે.

આ સમાચાર શેર કરો