Video: ચાર રાજ્યોની MLC ચૂંટણીનાં પરિણામો પર ગુજરાત ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર

ચાર રાજ્યોની MLC ચૂંટણીનાં પરિણામોને લઈને ગુજરાત ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો કે બેલેટ પેપરથી યોજાયેલી 28 બેઠકોની ચૂંટણીમાં કોંગ્રેસને એક પણ બેઠક મળી નથી. અનિલ પટેલે રાહુલ ગાંધી પર નિશાન સાધતાં કહ્યું કે દેશની જનતા તેમની કાર્યશૈલીને ઓળખી ચૂકી છે. તેમણે કોંગ્રેસને એક્સપાયરી દવાના સ્ટોક સાથે સરખાવી ચૂંટણીનાં પરિણામોને પક્ષ માટે મોટો સંદેશ ગણાવ્યો હતો. વધુમાં, કોંગ્રેસ શાસિત કર્ણાટકમાં પણ કોંગ્રેસને એક પણ બેઠક ન મળ્યાનો ઉલ્લેખ કરી તેમણે પક્ષની નિષ્ફળતાનો આક્ષેપ કર્યો હતો.








