મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: વાવાઝોડા સાથે વરસાદથી પાકને નુકસાનની ભીતિ

સોર્સ: gstv

રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગોંડલ તાલુકાના મોવિયા ગામમાં સાંજના સમયે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા વધી છે. અચાનક આવેલા વરસાદને કારણે ખેતરોમાં તૈયાર ઊભેલા કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. મોવિયા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો. હવામાનના અચાનક બદલાયેલા મિજાજથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. કમોસમી વરસાદથી ખેતીના પાકને કેટલું નુકસાન થયું છે તે અંગે ખેડૂતોની નજર હવે હવામાન પર મંડાઈ છે.

આ સમાચાર શેર કરો