મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: નવસારીમાં ગેરકાયદે ઝીંગા તળાવો બન્યાં પૂરનું કારણ, તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ

સોર્સ: gstv

નવસારી જિલ્લામાં ચોમાસા દરમિયાન સર્જાયેલી પૂરની હોનારત બાદ હવે દરિયાકાંઠાનાં ગામોમાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. કુદરતી કાસ અને પાણીના નિકાલના માર્ગો પર ગેરકાયદે ઝીંગા તળાવો બનાવી દેવાતા વરસાદી પાણીનો નિકાલ અટક્યો હતો, જેના કારણે છાપર સહિત આશરે 15 ગામોમાં પૂરના પાણી ઘૂસી જતાં ભારે નુકસાન થયું હતું. ગ્રામજનોની વારંવારની રજૂઆતો બાદ વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવીને આશરે 4.5 લાખ ચોરસ મીટર સરકારી જમીન દબાણમુક્ત કરાવી છે. તંત્રની અધૂરી અને ધીમી કામગીરીને કારણે આગામી ચોમાસામાં ફરી પૂર આવવાની ભીતિ ગ્રામજનોને સતાવી રહી છે.

આ સમાચાર શેર કરો