Video: સુરેન્દ્રનગરમાં ખેડૂત નેતાઓ સામે ગુમ થયાના વાયરલ પોસ્ટરની બબાલ

સુરેન્દ્રનગરમાં વરસાદની અછત વચ્ચે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરાતાં ખેડૂતો અને માલધારીઓની સ્થિતિ કફોડી બની છે. આ કપરી પરિસ્થિતિ વચ્ચે ખેડૂત નેતાઓ રાજુ કરપડા અને વિક્રમ રબારી સામે ખેડૂતોએ વિરોધનો અનોખો માર્ગ અપનાવી પોસ્ટર વોર શરૂ કરી છે. સોશિયલ મીડિયામાં આ બંને નેતાઓ ગુમ થયા હોવાના પોસ્ટરો વાયરલ થતાં રાજકીય ખળભળાટ મચી ગયો છે. સ્થાનિક ખેડૂતોનો આક્ષેપ છે કે આ બંને નેતાઓ ભાજપમાં જોડાયા બાદ ખેડૂતોની સંવેદના અને તેમના પ્રશ્નો સાવ ભૂલી ગયા છે. દુષ્કાળ સામે ઝૂઝી રહેલા ખેડૂતો હવે પોતાના હકની લડાઈ માટે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે.
જાહેરાત







