Video: સુરત અને ઉધના રેલવે સ્ટેશને પાર્સલ સેવા બંધ

દિવાળી અને છઠ પૂજાના તહેવારો દરમિયાન સ્ટેશનો પર મુસાફરોની ભારે ભીડ ઉમટી પડે છે. જેને લઈ સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, આગામી ૫ થી ૧૫ નવેમ્બર સુધી સુરત અને ઉધના રેલવે સ્ટેશને પાર્સલ સેવાઓ બંધ રહેશે.. ઇનવર્ડ-આઉટવર્ડ અને લીઝ્ડ પાર્સલ સેવાઓ સહિતની પાર્સલ બુકિંગ સેવાઓ ૧૧ દિવસ માટે સંપૂર્ણપણે બંધ રહેશે. આ નિયમ સુરત અને ઉધના સ્ટેશનેથી ઉપડતી, ટર્મિનેટ થતી કે ત્યાંથી પસાર થતી તમામ ટ્રેનોમાં લાગુ પડશે. જોકે, રાહતની વાત એ છે કે મુસાફરોને પોતાનો સામાન પોતાની સાથે કોચમાં લઈ જવાની મંજૂરી યથાવત રહેશે.
જાહેરાત







