મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ગુજરાતમાં આગામી 24 કલાક વરસાદની આગાહી

સોર્સ: gstv

ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાક દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર સહિતના સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત દિવ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. કમોસમી વરસાદની આગાહીને પગલે ખેડૂતો અને નાગરિકોની ચિંતામાં વધારો થયો છે. જોકે, આવતીકાલથી હવામાનમાં પલટો આવવાની શક્યતા ઓછી થશે અને રાજ્યના તાપમાનમાં ફરી 2થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.

આ સમાચાર શેર કરો