Video: બનાસકાંઠાના ડીસામાં બનાસ નદી પર 581 કરોડના ખર્ચે વિશાળ ફિશ સ્કેલ વિયર ડેમ બનાવવાની રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી મળી

આ ડેમ 500 મીટરની પહોળાઈ અને સાત સ્ટેપ સાથે તૈયાર થશે, જેની પાછળ 2 કિલોમીટર 720 મીટરનું લાંબું જળાશય બનશે. દાંતીવાડા અને સિપુ ડેમમાંથી છોડાતા વધારાના પાણીનો આ જળાશયમાં સંગ્રહ થશે, જેનાથી ડીસાના 70 અને કાંકરેજના 30 મળી કુલ 100 ગામોને ભૂગર્ભજળ રિચાર્જ અને સિંચાઈનો સીધો લાભ મળશે. આ પ્રોજેક્ટની ફાઇનલ ડિઝાઇન માટે પ્રતિષ્ઠિત સંસ્થા IIT રૂરકીને જવાબદારી સોંપાઈ છે. વર્ષ 2029 સુધીમાં આ નિર્માણ કાર્ય પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રખાયો છે, તેમજ બીજા તબક્કામાં આ સ્થળને પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવાની પણ સુંદર યોજના છે.
જાહેરાત








