Video: સુરત સિવિલ પહોંચ્યા ધારાસભ્ય ચૈતર વસાવા

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ધારાસભ્ય ચૈતર વસાવાના ભાઈ શાંતિલાલ વસાવાની સારવાર ચાલી રહી છે. શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી લેતાં તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાઈની ગંભીર હાલતને પગલે ચૈતર વસાવાએ જામીન માટે અરજી કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે ચૈતર વસાવાને ત્રણ દિવસના જામીન મંજૂર કર્યા છે. જામીન મળ્યા બાદ ચૈતર વસાવા સુરતની નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ભાઈની તબિયત અંગે જાણકારી મેળવી હતી. હાલ શાંતિલાલ વસાવાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
જાહેરાત








