Video: સમાજના યુવાનો દારૂ અને ડ્રગ્સના વ્યસનથી બચાવવા પાટીદાર નેતા ગણપત પટેલે આહ્વાન કર્યું

મહેસાણામાં યોજાયેલા પાટીદાર મહાસંમેલનમાં ગણપત યુનિવર્સિટીના ચેરમેન ગણપત પટેલે ખુલ્લેઆમ ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પાટીદાર સમાજના દીકરાઓ દારૂ અને ડ્રગ્સ જેવા ગંભીર વ્યસનોના શિકાર બની રહ્યા છે અને સમાજના છોકરાઓ દારૂડિયા થઈ ગયા છે. તેમણે ઉમેર્યું કે પાટીદાર સમાજ આર્થિક રીતે ભલે સધ્ધર થયો હોય, પરંતુ તેની સાથેસાથે સામાજિક દૂષણો પણ ઘર કરી ગયા છે. મને સૌથી મોટી ચિંતા એ વાતની છે કે આપણી આવતી પેઢીને બચાવવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સમાજના આગેવાનોએ હવે આગળ આવીને ઘર-ઘર અને વ્યક્તિગત સ્તરે યુવાનોને સમજાવવાની જરૂર છે, જેથી યુવા પેઢીને બરબાદ થતી અટકાવી શકાય.
જાહેરાત







