Video: અમદાવાદમાં ફટાકડાના વેપારીઓને ત્યાં સઘન ચેકિંગ

દિવાળીના તહેવાર પૂર્વે અમદાવાદ ફાયર વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરાયુ છે. ફટાકડાના વેપારીઓને ત્યાં સઘન આકસ્મિક ચેકિંગ હાથ ધરાયું છે. ખાસ કરીને એસ.જી. હાઇવે અને સિંધુભવન રોડ પર આવેલા ફટાકડાના એકમોમાં ફાયર ટીમો દ્વારા નિયમોનું યોગ્ય પાલન થાય છે કે નહીં તેની બારીકાઈથી તપાસ કરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે દરેક દુકાન કે સ્ટોલ પર ઇમરજન્સી એક્ઝિટ, વોટર બેઝડ અને પાવડર મોડ્યુલર સ્પ્રિંકલર હોવા ફરજિયાત છે. આ ઉપરાંત, દુકાન કે મંડપ બનાવવામાં કપડાં અને લાકડાં જેવા જ્વલનશીલ પદાર્થોનો ઉપયોગ બને એટલો ઓછો કરવા અને કટોકટીના સમયે અવરજવર માટેનો રસ્તો હંમેશાં ખુલ્લો રાખવા આદેશ કરાયો છે. ચેકિંગ દરમિયાન એસ.જી. હાઇવે પર આવેલા અંબિકા ફટાકડામાં નિયમોના પાલન અંગેની ખામીઓ જણાઈ હતી..જેથી ફાયર વિભાગ દ્વારા તેમને નિયમોનું પાલન કરવા માટે ખાસ એડવાઇઝરી નોટિસ ફટકારાશે








