Video: રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર અને આસપાસના ગ્રામ્ય પંથકમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદની એન્ટ્રી

ઉપલેટા પંથકમાં સાંજે સાડા 6 વાગ્યા પછી પુનઃ વરસાદ શરૂ થતા ભરચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. તહેવારોની ખરીદીના સમયે જ અચાનક વરસાદ પડવાથી બજારમાં ખરીદી કરવા આવેલા લોકો અને વેપારીઓમાં ભારે દોડધામ મચી ગઈ હતી...બીજી તરફ, ખેતરોમાં લણણી માટે તૈયાર ઊભેલો ચોમાસુ પાક પલળી જવાની દહેશતથી અન્નદાતાઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પાક કાઢવાની કામગીરી વચ્ચે માવઠું વિઘ્ન બનતા ખેડૂતોને આર્થિક નુકસાન જવાની પૂરી શક્યતા છે. આ ઉપરાંત, શહેરમાં ખરાબ રસ્તાઓ પર કાદવ-કિચડ થવાથી વાહનચાલકો અને સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.







