Video: વઢવાણની 9 માઇનોર કેનાલમાં પાણી બંધ થતાં ખેડૂતોમાં રોષ

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલી નવ માઇનોર કેનાલમાં આજથી પાણી છોડવાનું બંધ કરવામાં આવતાં ખેડૂતોની મુશ્કેલી વધી છે. બાકરથળી, કરણગઢ, બાળા, કોઠારિયા, કટુડા અને રાય સહિતની બ્રાન્ચ કેનાલોમાં પાણી બંધ થતાં ઉભા પાક અને શિયાળુ વાવેતર પર જોખમ ઊભું થયું છે. એક તરફ સૌની યોજના બંધ છે, ત્યારે બીજી તરફ કેનાલોમાં પણ પાણીકાપ મૂકાતાં ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. ઘઉં, જીરું, વરિયાળી અને લીલોચારા સહિતના પાકને પૂરતું સિંચાઈનું પાણી નહીં મળે તો નુકસાન થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કેનાલોમાં પાણી બંધ થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને ખેતીના કામકાજ પર તેની અસર થવાની આશંકા છે. ખેડૂતોએ તાત્કાલિક કેનાલનું રિપેરિંગ કરીને ફરીથી પાણી શરૂ કરવાની માગ કરી છે.








