Video: મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મોટી સિદ્ધિ: દેશનું પ્રથમ ટ્રેક્શન સબસ્ટેશન બિલીમોરામાં પૂર્ણ થવાના આરે

મુંબઈ-અમદાવાદ ૫૦૮ કિલોમીટર લાંબા કોરિડોર માટે આયોજિત ૧૪ ટ્રેક્શન સબસ્ટેશનો પૈકીનું પ્રથમ સબસ્ટેશન પૂર્ણ થવાના આરે છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ અનુસાર, ગુજરાતના નવસારી જિલ્લાના બિલીમોરા ખાતે નિર્માણ પામેલું દેશનું આ પ્રથમ ટ્રેક્શન સબસ્ટેશન વિકાસના અંતિમ તબક્કામાં છે. 18 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલી આ સુવિધામાં અત્યારે સાધનોનું પરીક્ષણ અને કમિશનિંગ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટમાં જાપાનની પ્રખ્યાત શિંકાન્સેન ટેક્નોલોજીનો ઉપયોગ થયો છે, જેમાં બિલીમોરા સબસ્ટેશનને ગેટકોના 220 કેવી ગ્રીડ સાથે જોડવામાં આવી રહ્યું છે. આ પરિયોજના પૂર્ણ થવાથી બંને રાજ્યો વચ્ચેની મુસાફરી માત્ર થોડા કલાકોમાં સીમિત થઈ જશે.






