મુખ્ય સામગ્રી પર જાઓ

Video: દિવાળીમાં ફાયર ઇમરજન્સી કોલમાં વધારો

સોર્સ: gstv

દિવાળીના પાંચ દિવસમાં ફાયર કોલમાં વધારો નોંધાયો છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા મુજબ કુલ 1,099 ફાયર ઇમરજન્સી કોલ નોંધાયા છે, જેમાં વર્ષ 2025-26માં સૌથી વધુ 273 કોલ સામે આવ્યા છે. વર્ષ 2021-22માં 177, 2022-23માં 160, 2023-24માં 253 અને 2024-25માં 206 કોલ નોંધાયા હતા. આ આંકડા દર્શાવે છે કે દિવાળીના તહેવાર દરમિયાન આગ લાગવાની ઘટનાઓમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ફાયર વિભાગ દ્વારા દર વર્ષે અગાઉથી જ સુરક્ષા અંગે એડવાઈઝરી જાહેર કરવામાં આવે છે અને નાગરિકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવે છે. ફટાકડા ફોડતી વખતે બેદરકારી ન રાખવા અને સુરક્ષાના નિયમોનું પાલન કરવા ફાયર વિભાગે ખાસ અનુરોધ કર્યો છે.

આ સમાચાર શેર કરો