મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દિવાળીના તહેવારને લઈ રાજકોટ પોલીસ સજ્જ

સોર્સ: gstv

રાજકોટમાં દિવાળીના તહેવારને લઈને શહેર પોલીસ એલર્ટ મોડ પર આવી છે. તહેવાર દરમિયાન લોકો બહારગામ ફરવા જતા હોવાથી ઘરફોડ ચોરીની ઘટનાઓ અટકાવવા પોલીસ દ્વારા સાવચેતી રાખવા અપીલ કરાઈ છે. ઘર બંધ રાખીને જતી વખતે સુરક્ષિત તાળા મારવા, પાડોશીઓને જાણ કરવા અને દાગીના-રોકડ લોકરમાં રાખવા સૂચના અપાઈ છે. સોશિયલ મીડિયા પર પ્રવાસનું લોકેશન કે ફોટા ન મૂકવા પણ અપીલ કરાઈ છે. પ્રથમ વખત ખાનગી સોસાયટીઓના CCTVનું એક્સેસ પોલીસ મેળવશે. શહેરમાં પેટ્રોલિંગ વધારાશે તેમજ આંગડિયા અને જ્વેલરી બજારમાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવાશે. સાથે જ ડિજિટલ અરેસ્ટના નામે થતા સાયબર ફ્રોડથી સાવચેત રહેવા પણ અપીલ કરાઈ છે.

આ સમાચાર શેર કરો