Video: વતન જવા ઉમટી મુસાફરોની ભીડ

દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવાર નિમિત્તે પોતાના વતન જવા માટે પરપ્રાંતિયોની ભારે ભીડ જોવા મળી રહી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન ખાતેથી મુસાફરોની ઉમટેલી ભીડના અદભુત ડ્રોન વિડીયો પણ સામે આવ્યા છે. તહેવારોની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના ગામ તરફ રવાના થઈ રહ્યા છે. મુસાફરોને કોઈ પણ પ્રકારની અગવડતા ન પડે તે માટે રેલવે તંત્ર દ્વારા વિશેષ પેસેન્જર ફેસેલિટી સેન્ટર એરિયા તૈયાર કરવામાં આવ્યો છે. આ ફેસેલિટી સેન્ટરમાં મુસાફરોને સુવ્યવસ્થિત રીતે એક સાથે લાઈનમાં બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેશન પર ભીડને નિયંત્રિત કરવા અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રેલવે તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ જોવા મળી રહ્યું છે.








