Video: ટ્રક અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણ લોકોના મોત

સોર્સ: gstv

બનાસકાંઠાના અમીરગઢ નજીક રાજસ્થાનના આબુરોડ સ્થિત માવલ પાસે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઈક પર સવાર ત્રણેય લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. ટ્રક અને બાઈક વચ્ચેની ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણેયને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. એકસાથે ત્રણ લોકોનાં મોતથી સમગ્ર વિસ્તારમાં શોક અને અરેરાટી ફેલાઈ ગઈ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત