જેલમાંથી સીધા હોસ્પિટલ દોડ્યા AAP ધારાસભ્ય ચૈતર વસાવા! જાણો નાના ભાઈએ કેમ ભર્યું આવું અંતિમ પગલું?

જેલમાંથી સીધા હોસ્પિટલ દોડ્યા AAP ધારાસભ્ય ચૈતર વસાવા! જાણો નાના ભાઈએ કેમ ભર્યું આવું અંતિમ પગલું?
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

જેલમાં બંધ આમ આદમી પાર્ટી (AAP)ના ધારાસભ્ય ચૈતર વસાવા સુરત સ્થિત નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. અહીં તેમના ભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, ત્યારે તેમના ખબર-અંતર જાણવા માટે ચૈતર વસાવા હોસ્પિટલ પહોંચ્યા હતા.

સુપ્રીમ કોર્ટે ચૈતરને જામીન આપ્યા

અગાઉ બીમાર ભાઈની મુલાકાત લેવા માટે ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણીમાં હાઇકોર્ટે માત્ર એક જ દિવસના હંગામી જામીન મંજૂર કર્યા હતા. હાઇકોર્ટના આ હુકમને વસાવા દ્વારા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ કેસની સુનાવણી હાથ ધરીને સર્વોચ્ચ અદાલતે (સર્વોચ્ચ ન્યાયાલયે) રાહતનો આદેશ આપતા જામીનની મુદત ૧ દિવસથી વધારીને ૩ દિવસની કરી આપી હતી, જેના પગલે તેઓ હોસ્પિટલ પહોંચી શક્યા છે.

જાહેરાત

ઉલ્લેખનીય છે કે,ધારાસભ્ય ચૈતર વસાવાના નાના ભાઈએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 35 વર્ષીય શાંતિલાલ વસાવાએ ઝેરી દવા પી લેતા તાત્કાલિક સુરતની નવી સિવિલ હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યા તે સારવાર હેઠળ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત