Video: ઉપલેટામાં ધનતેરસે સોના-ચાંદીની ખરીદીનો ઉત્સાહ, 9 કેરેટ ગોલ્ડની જ્વેલરીનું વધ્યું આકર્ષણ

રાજકોટના ઉપલેટામાં ધનતેરસના પાવન પર્વે સોના-ચાંદીની ખરીદીનો વિશેષ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઉપલેટાના જ્વેલર્સમાં પ્યોર ગોલ્ડ અને પ્યોર સિલ્વરની ખરીદી માટે ગ્રાહકો ઉમટી રહ્યા છે. ઉપલેટા સોના-ચાંદી એસોસિએશનના પ્રમુખ દેવેન ધોળકિયાના જણાવ્યા મુજબ ધનતેરસે સોનાના સિક્કા, લગડી અને દાગીનાનું સારું વેચાણ થઈ રહ્યું છે. સોનાના વધતા ભાવ વચ્ચે ગ્રાહકોને પોસાય તે માટે 9 કેરેટ ગોલ્ડમાં 22 કેરેટ જેવા દેખાતા દાગીનાનું નવું કલેક્શન પણ રજૂ કરાયું છે. દિવાળી બાદ આવનારી લગ્નસરાને ધ્યાનમાં રાખીને દાગીનાનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. લોકો પોતાની આર્થિક ક્ષમતા મુજબ સોનામાં રોકાણ અને પરિવારજનો માટે દાગીનાની ખરીદી કરી ધનતેરસનું શુકન કરી રહ્યા છે.
જાહેરાત







