બીમાર માતાને મળવા નારાયણ સાંઈએ હાઈકોર્ટમાં વચગાળાના જામીન માગ્યા, 27 નવેમ્બરે સુનાવણી

બીમાર માતાને મળવા નારાયણ સાંઈએ હાઈકોર્ટમાં વચગાળાના જામીન માગ્યા, 27 નવેમ્બરે સુનાવણી
તસવીર: Google
આ સમાચાર સાંભળો

બળાત્કારના કેસમાં જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાંઈએ વચગાળાના જામીન મેળવવા ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. પોતાની બીમાર માતાને મળવા માટે નારાયણ સાંઈએ વચગાળાના જામીનની માગણી કરી છે. અરજીમાં માતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપવાની સાથે પોતે પણ અનેક બીમારીઓથી પીડાતા હોવાની રજૂઆત કરવામાં આવી છે.

સરકાર પાસેથી અહેવાલ માંગ્યો

નારાયણ સાંઈની અરજીને પગલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર પાસે આ કેસની વર્તમાન સ્થિતિ અંગે અહેવાલ માગ્યો છે. માતાની તબિયત નાદુરસ્ત હોવાથી તેમને મળવા માટે વહેલી સુનાવણી હાથ ધરવામાં આવે તેવી રજૂઆત પણ કરવામાં આવી હતી.

જાહેરાત

આ મામલે હવે આગામી 27 નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. ખાસ વાત એ છે કે, આ દિવસે નારાયણ સાંઈની વચગાળાના જામીન માટેની અરજી અને મુખ્ય અપીલ બંને પર એકસાથે સુનાવણી કરવામાં આવશે. હવે હાઈકોર્ટની સુનાવણીમાં નારાયણ સાંઈને વચગાળાના જામીન મળે છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત