અમદાવાદથી દોડતી ટ્રેનોમાં હવે નહીં ચૂકવવો પડે સુપરફાસ્ટ ચાર્જ! રેલવે મુસાફરો માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ; જાણી લો કઈ ટ્રેનોના ભાડા ઘટ્યા!

અમદાવાદથી દોડતી ટ્રેનોમાં હવે નહીં ચૂકવવો પડે સુપરફાસ્ટ ચાર્જ! રેલવે મુસાફરો માટે નવા વર્ષની સૌથી મોટી ભેટ; જાણી લો કઈ ટ્રેનોના ભાડા ઘટ્યા!
તસવીર: gstv
આ સમાચાર સાંભળો

રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ અને રાજ્યમાંથી પસાર થતી મહત્ત્વપૂર્ણ સુપરફાસ્ટ ટ્રેનોને સામાન્ય એક્સપ્રેસ શ્રેણીમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાન્યુઆરી 2027થી લાગુ થનારા આ ફેરફારને કારણે મુસાફરોને ટિકિટ દરમાં સીધો આર્થિક ફાયદો મળશે. અમદાવાદ થઈને દોડતી જોધપુર–હડપસર સુપરફાસ્ટ એક્સપ્રેસ સહિત 6 ટ્રેનોમાંથી સુપરફાસ્ટ સરચાર્જ નાબૂદ કરવામાં આવશે, જેનાથી મુસાફરોને સ્લીપરથી લઈને AC ક્લાસ સુધીની ટિકિટ સસ્તી મળશે. આ સાથે જ આ તમામ ટ્રેનો નવા નંબર સાથે દોડશે.

ટિકિટ દીઠ 15થી 75રૂપિયા ભાડું ઘટશે

જાહેરાત

સુપરફાસ્ટમાંથી સામાન્ય એક્સપ્રેસ કેટેગરી થવાથી લાગતો વધારાનો સુપરફાસ્ટ ચાર્જ હવે નહીં લેવાય:

  • જનરલ / સેકન્ડ સિટિંગ (2S): ટિકિટ દીઠ 15રૂપિયાનો ઘટાડો
  • સ્લીપર ક્લાસ: ટિકિટ દીઠ 30 રૂપી6નો ઘટાડો
  • AC ચેર કાર અને થર્ડ એસી : ટિકિટ દીઠ 45રૂપિયાનો ઘટાડો
  • સેકન્ડ એસી અને ફર્સ્ટ એસી : ટિકિટ દીઠ 75 રૂપિયાનોઘટાડો

અમદાવાદ થઈ દોડતી જોધપુર-હડપસરમાં ત્રીજી જાન્યુઆરીથી ભાડું ઘટશે

અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશન થઈને મહારાષ્ટ્ર તરફ દોડતી ગાડી સંખ્યા 20495/20496 જોધપુર–હડપસર–જોધપુર દૈનિક સુપરફાસ્ટ એક્સપ્રેસ 3 જાન્યુઆરી 2027થી નવા નંબર 14809/14810 સાથે એક્સપ્રેસ સેવા તરીકે દોડશે. આ ફેરફારથી અમદાવાદ સહિત આ રૂટના હજારો મુસાફરોને સસ્તા ભાડાનો સીધો લાભ મળશે. જોકે, આ ટ્રેનના સંચાલન સમય અને વર્તમાન સ્ટોપેજ કે રૂટમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી.

પહેલા જાન્યુઆરીથી પશ્ચિમ રેલવેની 4 ટ્રેનોના નંબર અને ભાડા બદલાશે

પશ્ચિમ રેલવે દ્વારા 1 જાન્યુઆરી 2027થી નીચે મુજબની ટ્રેનોને એક્સપ્રેસ તરીકે નવા નંબરે દોડાવવામાં આવશે:

  • ટ્રેન નં. 12927 (દાદર - એકતાનગર): નવો નંબર 19067 થશે
  • ટ્રેન નં. 12928 (એકતાનગર - દાદર): નવો નંબર 19068 થશે
  • ટ્રેન નં. 20959 (વલસાડ - વડનગર): નવો નંબર 19059 થશે
  • ટ્રેન નં. 20960 (વડનગર - વલસાડ): નવો નંબર 19060 થશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત