મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ૧૦ લાખમાં બાળકની સોદો: અમદાવાદથી અપહરણ કરી યુપીમાં વેચવાનું રેકેટ પકડાયું

અમદાવાદના રાણીપ તળાવ નજીકથી પહેલી ઓક્ટોબરની રાત્રે શ્રમજીવી પ

તસવીર: gstv

અમદાવાદના રાણીપ તળાવ નજીકથી પહેલી ઓક્ટોબરની રાત્રે શ્રમજીવી પરિવારના બાળકનું અપહરણ કરનાર ૨૧ વર્ષીય જીનલ પરમાર અને બે કિશોરોને પોલીસે ઝડપી લીધા છે. મોંઘી લાઈફસ્ટાઈલના શોખ પૂરા કરવા નોઈડામાં નોકરી કરતી જીનલે નોઈડાના ભાનુ નામના શખ્સ સાથે મળી બાળક ચોરીનો પ્લાન બનાવ્યો હતો. બાળકને રૂ. ૧૦ લાખમાં વેચવાની ડીલ થઈ હતી, જેમાં જીનલને ૪ લાખ અને બંને કિશોરોને ૨-૨ લાખ મળવાના હતા. ક્રાઈમ બ્રાન્ચ અને LCBની ૬ ટીમોએ ૧૩૦૦થી વધુ CCTV ફૂટેજ તપાસી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે યુપીમાંથી મુખ્ય સૂત્રધાર ભાનુની પણ ધરપકડ કરી છે. આ મામલે આંતરરાજ્ય હ્યુમન ટ્રાફિકિંગ રેકેટ સક્રિય હોવાની આશંકાએ તપાસ ઝડપી બનાવી છે.

આ સમાચાર શેર કરો