Video: ધોરાજીમાં અચાનક વરસાદથી તૈયાર પાકને નુકસાનની ભીતિથી ખેડૂતો ચિંતિત

ધોરાજીમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ શહેરમાં વરસાદ શરૂ થતાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે. લાંબા વિરામ બાદ ધોરાજી શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ભૂખી, તોરણીયા, મોટી પરબડી સહિતના ગામોમાં વરસાદ શરૂ થયો છે. જોકે, વરસાદને કારણે ખેતરોમાં તૈયાર થયેલા કપાસ, મગફળી, સોયાબીન અને એરંડા જેવા પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.







