Video: વીરપુરના સિમ વિસ્તારમાં ત્રણ સિંહો દેખાતા ખેડૂતોમાં ભય

સોર્સ: gstv

વીરપુરના ગ્રામ્ય પંથકમાંથી સિંહ પરિવારના ધામા નાખવાના સમાચાર સામે આવ્યા છે, જ્યાં કાગવડ અને ખંભાલીડા ગામ વચ્ચે આવેલા સિમ વિસ્તારમાં ત્રણ સિંહો લટાર મારતા નજરે પડ્યા છે અને તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ સિંહોની ખુલ્લેઆમ અવરજવરના કારણે સ્થાનિક ખેડૂતો અને ખેતમજૂરોમાં ભારે ભય તેમજ ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે, કારણ કે અવારનવાર વન્યપ્રાણીઓની દસ્તકથી લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખેતીકામ અર્થે જતા લોકો અસુરક્ષિત અનુભવી રહ્યા છે ત્યારે વન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સિંહોની આ હિલચાલ પર બાજ નજર રાખીને યોગ્ય સુરક્ષાત્મક પગલાં ભરવામાં આવે તેવી લોકમાગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત