Video: વડોદરામાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ખાદ્ય ચીજવસ્તુઓમાં ચેકિંગ હાથ ધરાયું

શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં આવેલા શ્રી કેટરર્સ ખાતે આરોગ્ય વિભાગની ટીમે તપાસ કરી સાહી ગુલાબ પાક, કાજુ અંજીર રોલ અને કાજુ કતરી સહિતની વિવિધ મીઠાઈઓ અને ફરસાણના નમૂના લઈ લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જો કે આ કાર્યવાહી સામે એક મોટો સવાલ એ ઊભો થયો છે કે સેમ્પલનો રિપોર્ટ અંદાજે ૧૪ દિવસ પછી આવશે. દિવાળી જેવા મોટા તહેવારમાં નાગરિકો મોટા પ્રમાણમાં મીઠાઈઓ ખરીદતા હોય છે, ત્યારે જો કોઈ પદાર્થમાં ભેળસેળ જણાશે તો તેની જાણ તહેવાર વીતી ગયા બાદ થશે. રિપોર્ટ આવે ત્યાં સુધીમાં તો હજારો લોકો આ ખાદ્યપદાર્થો આરોગી ચૂક્યા હશે, જેના કારણે તહેવાર ટાણે થતી આ કામગીરી અને સમયમર્યાદા સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
જાહેરાત








