Video: સુરતના સગરામપુરામાં મકાનમાં આગથી અફરાતફરી

સુરતના સગરામપુરા વિસ્તારમાં મકાનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. કોઈ કારણોસર મકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગને પગલે લોકોમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.








