Video: સુરતના ડોક્ટર આપઘાત કેસમાં ગુજરાત હાઈકોર્ટનો મોટો નિર્ણય

સોર્સ: gstv

સુરતમાં યુવાન રેસિડેન્ટ ડોક્ટરના આપઘાત કેસમાં ગુજરાત હાઈકોર્ટે અત્યંત મહત્વનો ચુકાદો આપતા બે સિનિયર રેસિડેન્ટ ડોક્ટરો સામેની એફઆઈઆર રદ કરી છે. મૃતકના પિતા દ્વારા સિનિયર ડોક્ટરો પર હેરાનગતિના આક્ષેપો સાથે આપઘાતની ઉશ્કેરણી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટના જસ્ટિસ પી.એમ. રાવલે નોંધ્યું હતું કે માત્ર કામનું દબાણ કે શૈક્ષણિક ઠપકો આપવો એ આપઘાત માટેની ઉશ્કેરણી ન ગણાય. મૃતકની ડાયરીમાં કોઈ ચોક્કસ વ્યક્તિનું નામ ન હોવા ઉપરાંત પોલીસ તપાસમાં પણ હેરાનગતિના કોઈ સ્વતંત્ર પુરાવા મળ્યા ન હતા. હાઈકોર્ટે આ કાર્યવાહીને કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ ગણાવી એફઆઈઆર અને એટ્રોસિટી કોર્ટમાં ચાલતો સમગ્ર કેસ રદ કરવાનો આદેશ આપ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત