Video: સુરતમાં પુષ્ય નક્ષત્ર પર સોનું સસ્તું થતા જ ખરીદીનો માહોલ જામ્યો: લગ્નસરા અને ધનતેરસને લઈ સેલિંગ અને બુકિંગ

પ્રકાશના પર્વ દિવાળી અને રવિ પુષ્ય નક્ષત્રના સંયોગથી સુરતની બજારોમાં ખરીદીનો ભારે ધમધમાટ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં સોના-ચાંદીના ભાવમાં તેજી રહેતી હોય છે, પરંતુ આ વખતે ભાવમાં ઘટાડો થવાથી ગ્રાહકો માટે સોના પર સુગંધ જેવો ઘાટ સર્જાયો છે. ખાસ કરીને સોના અને ચાંદીના સિક્કાઓ તેમજ લગ્નસરાની ખરીદી માટે લોકો જ્વેલર્સને ત્યાં ઉમટી રહ્યા છે. પુષ્ય નક્ષત્ર અને આગામી ધનતેરસના તહેવારને ધ્યાનમાં રાખીને સુરતમાં જ્વેલરીનું શાનદાર સેલિંગ અને એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે, જેના કારણે સોની બજારમાં તેજીનો માહોલ છવાયો છે.
જાહેરાત








