Video: વાયુસેનાના જવાનોએ આકાશમાં કરતબો બતાવ્યા

ભાવનગરના ઐતિહાસિક બોરતળાવ ખાતે ભારતીય વાયુસેનાની પ્રસિદ્ધ સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દ્વારા ભવ્ય એર શો યોજાયો હતો. આકાશમાં વાયુસેનાના જવાનોએ વિમાનોની તીવ્ર ગતિ, અદભુત હવાઈ કરતબો અને ચોકસાઈભર્યા ફોર્મેશનનું રોમાંચક પ્રદર્શન કર્યું હતું. આકાશમાં વિમાનોની વિવિધ રચનાઓ જોઈને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવનગરવાસીઓ મંત્રમુગ્ધ થયા હતા. કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના એર શો યુવાનોમાં રાષ્ટ્રસેવા અને દેશભક્તિની ભાવના જગાવશે.
જાહેરાત








