Video: ગોધરામાં અંડરબ્રિજ ખુલ્લો મુકાયો, હાલ માત્ર ટુ-વ્હીલર વાહનો માટે જ મંજૂરી

પંચમહાલના ગોધરામાં શહેરા ભાગોળ પાસે આવેલા LC-4 અંડરબ્રિજને કામગીરી અધૂરી હોવા છતાં વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. દિવાળીના તહેવારો દરમિયાન શહેરમાં ટ્રાફિકની સમસ્યા ન સર્જાય અને વાહનચાલકોને રાહત મળે તે હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગોધરા એપીએમસીના ચેરમેન માલવદીપસિંહ રાઉલજીના હસ્તે અંડરબ્રિજનું લોકાર્પણ કરી અવરજવર શરૂ કરાવવામાં આવી હતી. જોકે, હાલ અંડરબ્રિજમાં માત્ર ટુ-વ્હીલર વાહનોને જ પસાર થવાની મંજૂરી આપવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે નગરપાલિકાના સભ્યો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.








